યુએઈ-

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ ૨૦૨૧) ની ૧૪ મી સીઝનની ૩૨ મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. પંજાબ કિંગ્સ આઠ મેચમાંથી ત્રણ જીત સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે, જ્યારે રાજસ્થાન સાતમાંથી ત્રણ જીત સાથે પાંચમા ક્રમે છે.

રાજસ્થાનની ટીમ બાકીની મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવવાની સંભાવના ધરાવે છે. બીજી બાજુ પંજાબની ટીમ માટે આ રસ્તો થોડો મુશ્કેલ લાગે છે. આ સાથે રાજસ્થાન ટીમે ટી ૨૦ ફોર્મેટના નંબર વન બોલર તબરેઝ શમ્સીને ટીમમાં સામેલ કર્યો છે.

આઇપીએલ ૨૦૨૧ ની ૩૨ મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈમાં રમાશે. આઈપીએલ ૨૦૨૧ ની ૩૨ મી મેચ સાંજે ૭ઃ૩૦ થી પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. મેચનો ટોસ સાંજે ૭ વાગ્યે યોજાશે.

ચાહકો સ્ટાર ઇન્ડિયા નેટવર્ક ચેનલો પર પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ૩૨ મી આઇપીએલ ૨૦૨૧ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જાેઈ શકે છે. તે જ સમયે આઈપીએલ ૨૦૨૧ ની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સ્ટારના વિડીયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ ડિઝની- હોટસ્ટાર પર જાેઈ શકાય છે.



પંજાબ કિંગ્સઃ 

કેએલ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેલ, નિકોલસ પૂરણ, મોહમ્મદ શમી, ક્રિસ જાેર્ડન, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, પ્રભસિમરન સિંહ, દીપક હુડ્ડા, સરફરાઝ ખાન, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, દર્શન નલકંડે, ઈશાન પોરેલ, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, આદિલ રશીદ, શાહરૂખ ખાન, મોઈસસ હેનરિક્સ, એઈડેન માર્કરમ, ફેબિયન એલન, જલજ સક્સેના, સૌરભ કુમાર, ઉત્કર્ષ સિંહ.


રાજસ્થાન રોયલ્સઃ 

સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, મહિપાલ લોમર, કાર્તિક ત્યાગી, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા, શિવમ દુબે, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહીમ , ચેતન સાકરિયા, કે.સી કરિયપ્પા, કુલદીપ યાદવ, લિયામ લિવિંગસ્ટોન, આકાશ સિંહ, ગ્લેન ફિલિપ્સ, તબરેઝ શમ્સી, ઓશેન થોમસ, એવિન લેવિસ.