સિડની 

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 374 રન કર્યા છે. આ ભારત સામે વનડેમાં રજિસ્ટર થયેલો ત્રીજો સર્વાધિક સ્કોર છે. તેમના માટે કેપ્ટન આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથે અનુક્રમે પોતાના વનડે કરિયરની 10મી અને 17મી સેન્ચુરી મારી. ફિન્ચે 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની 114 રન કર્યા, જ્યારે સ્મિથે 66 બોલમાં 11 ફોર અને 4 સિક્સની મદદથી 105 રન કર્યા. સ્મિથ માત્ર 62 બોલમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી હતો. તે સિવાય ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 3, જ્યારે જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી.

માર્કસ સ્ટોઈનિસ શૂન્ય રને ચહલની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તે ગોલ્ડન ડક સાથે એટલે કે પહેલા બોલે જ આઉટ થયો. તે પછી ગ્લેન મેક્સવેલે તોફાની ઇનિંગ્સ રમતા 19 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 45 રન કર્યા હતા. તે શમીની બોલિંગમાં લોન્ગ-ઓન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

આરોન ફિન્ચે કપ્તાની ઇનિંગ્સ રમતા 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની 114 રન કર્યા હતા. આ તેની વનડેમાં 17મી, કપ્તાન તરીકે છઠ્ઠી, ભારત સામે ચોથી અને સિડની ખાતેની પ્રથમ સદી છે.