/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઓવલમાં ભારત સામે હાર્યા તો ઈંગ્લેન્ડ ડરી ગયું,આ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા

લંડન-

ઈંગ્લેન્ડે ભારત સામેની પાંચમી ટેસ્ટ માટે પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. ઇસીબીએ ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી છેલ્લી ટેસ્ટ માટે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જોસ બટલર અને જેક લીચને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. લીચ વર્તમાન શ્રેણીમાં એક પણ મેચ રમ્યો ન હતો. તે જ સમયે બટલર ફરી પિતા બનવાને કારણે ચોથી ટેસ્ટમાં ટીમનો ભાગ ન હતો. આવી સ્થિતિમાં મોઈન અલીને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. ખરેખર બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ૧૦ સપ્ટેમ્બરથી ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટરમાં રમાશે. ભારત વર્તમાન શ્રેણીમાં ૨-૧થી આગળ છે. ભારતે ઓવલ ખાતે ચોથી ટેસ્ટમાં યજમાન ઈંગ્લેન્ડને ૧૫૭ રનથી હરાવીને શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતે ૫૦ વર્ષ બાદ ઓવલમાં વિજય નોંધાવ્યો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ૧૯૭૧ માં જીત મેળવી હતી.

પાંચમી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમઃ

જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કુરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ડેવિડ મલાન, ક્રેગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution