મેજરકા

વિશ્વના બીજા નંબરના ડેનીલ મેદવેદેવે સેમિફાઇનલમાં સ્પેનિશ પ્લેયર પાબ્લો કૅરેનો બુસ્ટાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેદવેદેવે સેમિફાઇનલમાં બુસ્ટાને ૩-૬, ૬-૩, ૬-૨ થી હરાવ્યો હતો. મેદવેદેવ હવે સેમ કવેરી અને મન્નારીનો વચ્ચેની સેમિફાઇનલમાં જે જીતશે તેની સામે ફાઇનલમાં રમશે.

આ પહેલા ડેનીલ મેદવેદેવે કેસ્પર રૂડને હરાવી અહીંની મલ્લોરકા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. મેદવેદેવે ક્રમિક સેટમાં રૂડને ૭-૫, ૬-૧થી હરાવ્યો. રશિયાના મેદવેદેવને હાલે ઓપનના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પછી મેદવેદેવે કહ્યું તે એક મનોરંજક મેચ હતી. કદાચ તે ઉચ્ચ સ્તરીય મેચ ન હોત પણ હું જીત મેળવીને ખુશ છું. હવે હું ફાઇનલની રાહ જોઈ રહ્યો છું." મેદવેદેવનો અંતિમ મેચમાં ત્રીજા ક્રમાંકિત સ્પેનના પાબ્લો કેરેનો બુસ્તા સામે ટકરાશે. બુસ્તાએ સેમિફાઈનલમાં જોર્ડન થોમ્પસનને ૬-૪, ૬-૪ થી હરાવ્યો હતો.