નવી દિલ્હી

ગાબામાં જીતનાર ટીમ ઈન્ડિયાની દેશ અને દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. કોઈ એવું નથી કે આ જીતની પ્રશંસા ન કરી રહ્યું હોય તો પછી ટીમના કોચ રવિ શાસ્ત્રી કેવી રીતે પાછળ રહી જાય. તેમણે ડ્રેસિંગ રૂમમાં દિલ ખોલીને ખેલાડીઓને અભિનંદન આપ્યાં. શરૂઆત ભાવુક રહી, પણ ઋષભની બેટિંગ આવતાં સુધીમાં માહોલ હળવો થઈ ગયો. તેમણે અજિંક્ય રહાણેની કેપ્ટનશિપની પ્રશંસા કરી તો શુભમનની ફિફ્ટીને ગ્રેટ ગણાવી. પૂજારાને અલ્ટિમેટ વૉરિયરનો ખિતાબ આપ્યો તો ઋષભને કહ્યું કે તારી બેટિંગ હાર્ટ-અટેક લાવે છે. વાંચો, ટીમ ઈન્ડિયાની જીત પર કોચે કોની પ્રશંસામાં શું કહ્યું...