/
હરભજન સિંહ અને ગીતા બસરા બીજી વખત માતા-પિતા બન્યા,સોશ્યિલ મિડીયા પર આપી જાણકારી

મુંબઇ

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાના ઘરે એક નવો મહેમાન આવ્યો છે. હરભજનની પત્ની ગીતા બીજી વખત માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ બંનેની એક પુત્રી પહેલેથી જ છે. હરભજને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. હરભજને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ લખીને કહ્યું છે કે તેની પત્ની અને પુત્ર બંને સ્વસ્થ છે.

હરભજને લખ્યું, "અમે ભગવાનનો આભાર માનીએ છીએ જેણે અમને સ્વસ્થ પુત્ર તરીકે આશીર્વાદ આપ્યા છે. ગીતા અને બાળક બંને બરાબર છે. અમે બંને અત્યંત ખુશ છીએ અને અમે અમારા શુભેચ્છકોના તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કરીએ છીએ. ” ગીતા અને હરભજનના લગ્ન 29 ક્ટોબર 2015 માં થયા હતા. વર્ષ 2016 માં ગીતાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. બંનેએ પોતાની પુત્રીનું નામ હિનાયા રાખ્યું હતું. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution