IPL માટે પણ બધા વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે. UAE સહિત કેટલાક દેશોએ IPL હોસ્ટ કરવામાં રસ દાખવ્યો છે, પરંતુ અમે પરિસ્થિતિ સુધરવાની રાહ જોઇ રહ્યા છીએ. આ અંગે અમે સરકાર સાથે પણ વાત કરીશું. દેશ અને ક્રિકેટના હિતમાં જે પણ શ્રેષ્ઠ છે તે અમે કરીશું. "IPLની વર્તમાન સીઝન આ વર્ષે 29 માર્ચે શરૂ થવાની હતી પરંતુ કોરોનાને કારણે BCCIએ તેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી હતી.

BCCI હવે IPL માટે ઓક્ટોબર-નવેમ્બરની વિન્ડો શોધી રહ્યું છે. T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં થવાનો છે. કોરોનાના કારણે 16 ટીમને હોસ્ટ કરવી અઘરી હોવાથી વર્લ્ડ કપ રદ્દ થવાની પૂરી સંભાવના છે.ક્રિકેટ પરત ફરવા અંગે સોર્સે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "હજી સુધી કંઈ નક્કી થયું નથી. અમે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. જ્યારે ટ્રેનિંગ કેમ્પ વિશે જણાવ્યું હતું કે, "હાલમાં, હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈપણ રીતે, આના પર સરળતાથી આ અંગે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. બધા સમાચાર ફક્ત અને ફક્ત મીડિયા અનુમાન મુજબ જ ચાલે છે.

અત્યારે અમે IPL યોજવા માટે જગ્યા શોધી રહ્યા છીએ. તે મુજબ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવશે.તાજેતરમાં જ એક અહેવાલ બહાર આવ્યો છે, જે મુજબ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દુબઈ જઈને ટ્રેનિંગ કરી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દુબઈમાં કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ માટે એક કેમ્પનું આયોજન કરી શકે છે.

ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે ખેલાડીઓ કોઈપણ શ્રેણીની શરૂઆત પહેલા ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી ટ્રેનિંગ કરે. આ કેમ્પમાં ફક્ત તે જ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે, જેની ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમમાં પસંદગી કરવામાં આવવાની પ્રબળ સંભાવના છે. ટીમના બોલિંગ કોચ ભરત અરૂણ પહેલેથી જ કહી ચૂક્યા છે કે બોલરો મેચ ફિટનેસ ફરીથી મેળવવા માટે ઓછામાં ઓછા 6 અઠવાડિયા લેશે.