નવી દિલ્હી 

ભારતીય મહિલા બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ બુધવારે થાઇલેન્ડ ઓપનમાં રમશે. સાઈના નેહવાલ અને એચએસ પ્રણયનો કોવિડ -19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ખરેખર, આ પહેલા સાઈનાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ પછી એવું કહેવાતું હતું કે, તે થાઇલેન્ડ ઓપનમાં ભાગ લઈ શકશે નહીં. જો કે હવે તેમને પરવાનગી મળી ગઈ છે. 

આ અગાઉ, લંડન ઓલિમ્પિક્સ (2012) ના કાંસ્ય પદક વિજેતાએ કોવિડ -19 પ્રોટોકોલ હેઠળ બીડબ્લ્યુએફ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે નારાજગી દર્શાવતા ઘણા ટ્વીટ્સ કર્યા હતા. સાયનાએ ટ્વીટ કર્યું હતું કે, તપાસમાં દરેક નેગેટિવ હોવા છતાં પણ ચિકિત્સકો અને કોચ અમને મળી શકતા નથી. અમે કેવી રીતે ચાર અઠવાડિયા સુધી પોતાને ફીટ રાખીશું. અમે ટૂર્નામેન્ટને વધુ સારી સ્થિતિમાં રમવા માંગીએ છીએ. કૃપા કરીને આનો હલ કરો. " 

BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સની બે સુપર 1000 સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સંપૂર્ણ ભારતીય ટુકડી થાઇલેન્ડની રાજધાનીમાં છે. સાયનાએ એક બીજા ટ્વીટમાં લખ્યું કે, અમને વોર્મ અપ / કૂલ ડાઉન / સ્ટ્રેચિંગ / માટે સમય આપવામાં આવી રહ્યો નથી. અમે અહીં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા વિશે વાત કરી રહ્યા છીએ. "તેમણે કહ્યું," અમે ફિઝિયો અને ટ્રેનરને અહીં લાવવા માટે ઘણો ખર્ચ કર્યો છે. જો તેઓ અમને મદદ ન કરી શકે, તે પહેલાં અમને શા માટે કહેવામાં આવ્યું ન હતું? "