સ્પેન

ફોર્મ્યુલા વન ડ્રાઈવર લુઇસ હેમિલ્ટને રવિવારે અહીંની સ્પેનિશ ગ્રાન્ડ પ્રિકસ ખિતાબ જીતીને રોમાંચક હરિફાઇમાં મેક્સ વર્સ્‌ટાપેનને આઉટ કરી પોતાની ધાક જમાવી હતી. હેમિલ્ટનની શરૂઆત પોલ પોઝિશનની સ્થિતિથી થઈ હતી પરંતુ ટૂંક સમયમાં વર્સ્‌ટાપેનથી આગળ નીકળી ગયો. જ્યારે છ લેપ્સ બાકી હતી ત્યારે હેમિલ્ટન આગળ નીકળી ગયો. શનિવારે કારકિર્દીમાં ૧૦૦ મી વખત પોલ પોઝિશનની સ્થિતિ પ્રાપ્ત કરનાર હેમિલ્ટનને ૯૮ મી જીત મળી હતી. તેણે સ્પેનિશ ગ્રાન્ડ પ્રિકસ ખાતે માઇકલ શુમાકરના છ જીતના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. મર્સિડીઝનો સાથી ડ્રાઈવર વેલ્ટારી બોટ્ટાસ ત્રીજા સ્થાને રહ્યો.