/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વિમ્બલ્ડન : સબાલેન્કા,સ્વિએટેક,કેરોલિના પિલ્સ્કોવા ચોથા રાઉન્ડમાં,પુરુષ વિભાગમાં ટિઆફો બહાર

વિમ્બલ્ડન

બીજી ક્રમાંકિત એરેના સબાલેન્કા વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં આગળ વધી છે અને ટોપ ૨૦ માં એકમાત્ર એવી મહિલા છે જે ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી નથી. બેલારુસની સબાલેન્કાએ ક્વોલિફાયર મારિયા કેમિલા ઓસોરિયો સેરેનો ૬-૦, ૬-૩ થી હરાવી. સાતમી ક્રમાંકિત ફ્રેન્ચ ઓપન ૨૦૨૦ ની ચેમ્પિયન ઇંગા સ્વિએટેકે ઇરીના કેમેલિયા બેગુને ૬-૧, ૬-૦ થી હરાવી આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી.

૧૮ મી ક્રમાંકિત એલેના રિબાકિનાએ અમેરિકાની શેલ્બી રોજર્સને ૬-૧, ૬-૪ થી હરાવી. હવે તેનો સામનો સબાલેન્કા સાથે થશે. કેરોલિના પિલ્સ્કોવાએ તેરેજા માર્ટિન્કોવાને ૬-૩, ૬-૩ થી હરાવી.

પુરુષ વિભાગમાં ૨૫ મા ક્રમે રહેલ કેરેન ખાચનોવે અમેરિકાના ફ્રાન્સિસ ટિઆફોને ૬-૩, ૬-૪, ૬-૪ થી હરાવ્યો. ટિઆફોએ પ્રથમ રાઉન્ડમાં વિશ્વના ત્રીજા નંબરના સ્ટેફાનોસ સિટીપાસને હરાવ્યો હતો. પાંચમાં નંબરના આન્દ્રે રુબલેવે ૨૬ મા ક્રમાંકિત ફેબિયો ફ્ગોનીનીને ૬-૩, ૫-૭, ૬-૪, ૬-૨ થી હરાવ્યો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution