ન્યૂ દિલ્હી

સોમવારે યુરો કપમાં અત્યાર સુધીનો સૌથી મોતો અપસેટ જોવા મડયો હતો. વર્લ્ડ નંબર-16 સ્વિટ્ઝર્લૅન્ડની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસને 5-4 થી હરાવી હતી. ટીમ યુરો કપના ઇતિહાસના 60 વર્ષોમાં પ્રથમ વખત યુરો કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. અંતિમ સ્કોર 3-3થી બરાબરી બાદ મેચ શૂટઆઉટમાં પહોંચી હતી.

પેનલ્ટી પર સ્વિટ્ઝરલેન્ડના તમામ 5 ખેલાડીઓએ ગોલ કર્યા. તે જ સમયે ફ્રાન્સનો સ્ટાર સ્ટ્રાઈકર કિલિયમ એમબાપ્પે છેલ્લી પેનલ્ટી ચૂકી ગયો. સ્વિસ ગોલકીપર સોમેરે ટીમને ક્વાર્ટર ફાઇનલમાં લઈ જવા માટે શાનદાર બચાવ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝરલેન્ડનો સામનો સ્પેન સાથે થશે.

બુકારેસ્ટમાં રમાયેલી આ મેચમાં ઘણી જાદુઈ પળો જોવા મળી હતી. હાફ ટાઇમ પર સ્વિસ ટીમ 1-0થી આગળ હતી. મેચની 15 મી મિનિટમાં સેફરોવિકે ગોલ કર્યો. આ પછી ફ્રેન્ચ ટીમે બીજા હાફમાં આગળના 2 ગોલ કર્યા. ફ્રાન્સના સ્ટાર સ્ટ્રાઈકર કરીમ બેંઝેમાએ 57 મી અને 59 મી મિનિટમાં બે ગોલ કરીને તેની ટીમને 2-1થી પરાજિત કરી દીધી.

ત્યારબાદ ફ્રેન્ચ મિડફિલ્ડર પોલ પોગ્બાએ 75 મી મિનિટમાં શાનદાર ગોલ કરીને તેની ટીમને સ્વિટ્ઝરલેન્ડ સામે 3-1ની લીડ અપાવી. ફ્રાન્સના મજબૂત ડિફેન્સને જોતા એવું લાગી રહ્યું હતું કે હવે ફ્રેન્ચ ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. ત્યારબાદ 81 મી મિનિટમાં સેફરોવિચે પોતાનો અને સ્વિટ્ઝર્લૅન્ડનો બીજો ગોલ કર્યો.

છેલ્લી એટલે કે 90 મી મિનિટમાં સ્વિટ્ઝર્લૅન્ડના ગેવરનોવિચે સ્કોર 3-3 થી બરાબરી કરી લીધો. આમ મેચ અંતિમ સમય સુધી ડ્રો રહી હતી અને વધારાના સમય સુધી પહોંચી હતી. બંને ટીમો 30 મિનિટના વધારાના સમયમાં કોઈ ગોલ કરી શકી નહીં. ત્યારબાદ ટાઇ તોડવા માટે પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.