વડોદરા, તા.૮

મૂળ વડોદરાના એન્જિનિયર નેશનલ ટેબલટેનિસ પ્લેયર અને પાછલાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં આઈસીસી ટેનિસ સેન્ટર નામે લાર્જેસ્ટ ટેબલ ટેનિસ પ્રોગ્રામ ચલાવતાં રાજુલ શેઠને વર્ષ ૨૦૧૯માં કેલિફોર્નિયાના કોમ્યુનિટી હીરો એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે તેમનો પુત્ર વેદ અમેરિકાની અન્ડર-૧૯ ટીટીમાં બીજાે રેન્ક ધરાવે છે.અમેરિકામાં છેલ્લાં ૧૪ વર્ષથી રાજુલ શેઠ આઈટીટીએફ રેકગ્નાઈઝ આઈસીસી ટેબલ ટેનિસ સેન્ટર ચલાવે છે જેમાં ૧ર ફૂલટાઈમ અને ૧૦ પાર્ટટાઈમ કોચિસ છે. આ સેન્ટર ખાતે ટીટીના ૩૦ ટેબલ્સ છે અને ટેનિસ પ્રોગ્રામ અંતર્ગત યોજાતી લીગ ટુર્નામેન્ટમાં પ૦૦ પ્લેયર્સ ભાગ લે છે. દર વર્ષે ભારતમાંથી ૧૦ પ્લેયર્સને સ્પોન્સરશિપ આપીને સમરકેમ્પ માટે આમંત્રિત કરવામાં આવે છે.રાજુલ શેઠ ભૂતપૂર્વ સ્ટેટ ચેમ્પિયન અને નેશનલ પ્લેયર રહી ચૂકયા છે. જ્યારે તેમનો પુત્ર વેદ યુએસએની અન્ડર-૧૯ ટીમમાં બીજાે રેન્ક અને મેન્સ ટીમમાં પાંચમો રેન્ક ધરાવે છે.