પૂણે

ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને ભારત સામે પુણે ખાતેની પ્રથમ વનડેમાં ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારત માટે મેચમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ડેબ્યુ કરી રહ્યા છે. આ દરમિયાન મેચ પહેલાં ડેબ્યુ કેપ મેળવતી વખતે સિનિયર પંડ્યા ભાવુક થઈને રડી પડ્યો હતો. તેણે આકાશ તરફ જોઈને પિતાને યાદ કર્યા હતા.