નવી દિલ્હી,તા.૫

ભારતીય પુરૂષ અને મહિલા ટીમોએ પોતાની વિશ્વ રેકિંગના આધારે પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીને નવો ઈતિહાસ રચી દીધો છે.

બુસાનમાં ગયા મહિને આયોજિત કરવામાં આવેલી વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ એ પેરિસ ઓલિમ્પિક માટેની અંતિમ ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ હતી અને તેના સમાપન પછી ટીમ ઈવેન્ટ્‌સમાં સાત સ્થાન બાકી હતા, જેના માટે ટીમોની પસંદગી તેમના રેકિંગના આધારે કરવામાં આવી હતી. કહ્યું, ‘તાજેતરની વિશ્વ ટીમ રેન્કિંગમાં ટોચની ક્રમાંકિત ટીમો કે જેઓ ક્વોલિફાય ન થઈ શક્યા તેમણે પેરિસ ૨૦૨૪ માટે તેમની ટિકિટ મેળવી લીધી છે.’ મહિલા ઈવેન્ટમાં, ભારત પોલેન્ડ (૧૨), સ્વીડન (૧૫) ને પાછળ રાખીને ૧૩માં ક્રમે હતું અને ક્વોલિફાઈડ થયું હતું.

 થાઈલેન્ડ સાથે પેરિસ ઓલિમ્પિક માટે. મેન્સ ટીમ ઈવેન્ટમાં ક્રોએશિયા (૧૨), ભારત (૧૫) અને સ્લોવેનિયા (૧૧)એ પણ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ જીતી હતી. અનુભવી ભારતીય ખેલાડી શરથ કમલે ટ્‌વીટ કર્યું, ‘ભારત આખરે ઓલિમ્પિક માટે ટીમ ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. હું ઘણા સમયથી આ જાેવા માંગતો હતો. પાંચમી વખત ઓલિમ્પિકમાં રમવા છતાં તે ખરેખર ખૂબ જ ખાસ છે. મહિલા ટીમને અભિનંદન, જેમણે ઐતિહાસિક ક્વોટા પણ હાંસલ કર્યો છે.’ ભારતીય ટેબલ ટેનિસ ઇતિહાસમાં આ એક અદ્ભુત સિદ્ધિ છે

 ૨૦૦૮ બેઇજિંગ ઓલિમ્પિકમાં સમાવેશ થયા બાદ આ પ્રથમ વખત દેશ ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે. વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ બંને ભારતીય ટીમ ઓલિમ્પિકની ટિકિટ ચૂકી ગઈ હતી. પુરુષોની ટીમ દક્ષિણ કોરિયા સામે ૦-૩થી અને મહિલા ટીમને ચાઈનીઝ તાઈપેઈ સામે ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ડેબલ ટેનિસની મહિલા અને પુરૂષ ટીમ રમતજગતમાં મહત્વની ગણાતી ઓલિમ્પિક ગેમ માટે ય્વોલિફાય થતા રમતવીરોમાં આનંદ જાેવા મળી રહ્યો છું.