કેસ્ટેલન (સ્પેન)

ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર ભારતીય મુક્કાબાજ મનીષ કૌશિક (૬૩ કિગ્રા) અને મોહમ્મદ હુસામુદ્દીન (૫૭ કિગ્રા) એ સ્પેનના કેસ્ટેલાનોમાં ચાલી રહેલ બોકસમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા મનીષે મંગળવારે રાત્રે સ્પેનના અમારી રાદુઆનેને ૫-૦ થી હરાવી અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં તેનો સામનો કઝાકિસ્તાનના સુફ્યુલિન જાકીર સામે થશે. જેનો મુકાબલો બે વખત એશિયન રજત પદક વિજેતા છે. કોમનવેલ્થ ગેમ્સના રજત ચંદ્રક વિજેતા કૌશિક જોર્ડનમાં એશિયન ક્વોલિફાયરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયાના એક વર્ષ પછી રીંગ પર પાછો ફરી રહ્યો છે. તે ઘૂંટણની ઈજાથી પરેશાન હતો.

બીજી મેચમાં ભારતીય બોકસર મોહમ્મદ હુસામુદ્દીન (૫૭ કિગ્રા) વજનના વર્ગમાં છેલ્લા આઠમાં પહોંચ્યો. તેણે તેની પ્રથમ મેચમાં સ્પેનના જુઆન મેન્યુઅલને ૪-૧થી હરાવ્યો હતો. હવે તેનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીના સિમોન સ્પડા સામે થશે.

આ પરિણામો પછી ભારતીય બોક્સીંગ ટીમના તમામ ૧૪ સભ્યો સ્પેનના વેલેન્સિયામાં ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા તમામ નવ મુક્કાબાજી બૉક્સમ મીટમાં ભાગ લઈ રહ્યા છે.

છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ (૫૧ કિગ્રા) બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીની જિઓર્દાના સામે તેના અભિયાનની શરૂઆત કરશે.