મેડ્રિડ

અંતિમ મિનિટમાં કરીમ બેન્ઝેમા દ્વારા ગોલ કરવાને કારણે લા લિગાની મેચ રીઅલ મેડ્રિડ અને એટલિટીકો મેડ્રિડ વચ્ચેની ૧-૧થી બરાબરી પર રહી હતી. બેન્ઝેમાના ગોલથી લા લિગાની રીઅલ મેડ્રિડને ટાઇટલ રેસમાં જાળવી રાખી હતી. આ પહેલા એટ્‌લેટિકો મેડ્રિડના લુઇસ સુર્ઝે ૧૫ મી મિનિટમાં ગોલ કરીને ટીમને પ્રારંભિક લીડ અપાવી હતી.

એટલિટીકો મેડ્રિડે પ્રથમ હાફ સુધી આ લીડ જાળવી રાખી હતી અને રીઅલ મેડ્રિડને ગોલ કરવાની કોઈ તક આપી ન હતી. 

બીજા હાફમાં રીઅલ મેડ્રિડે બરાબરી માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો પણ એટલીટીકો મેડ્રિડે તેને રોકી રાખ્યા હતા. જો કે મેચની અંતિમ ક્ષણોમાં બેન્ઝેમાએ ૮૮ મી મિનિટમાં ગોલ કરીને ટીમને બરાબરી કરી અને તેને હારથી બચાવી હતી.

નિર્ધારિત સમય સુધી અન્ય બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી અને મેડ્રિડ એ ૧-૧થી મેચ ડ્રો કર્યો હતો.