/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હાર્દિક પંડ્યાએ પ્રેકટીસ મેચમાં બોલરોની ક્લાસ લગાવી

અમદાવાદ

ટેસ્ટ સિરીઝ બાદ હવે ભારત અને ઇંગ્લેન્ડની ટીમોએ ૧૨ માર્ચથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાંચ મેચની ટી-૨૦ સિરીઝ રમવાની છે. રમતના ટૂંકા સ્વરૂપમાં આ શ્રેણી રમવા માટે વિરાટ અને કંપની અત્યારે નેટમાં ખૂબ પરસેવો પાડી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ મંગળવારે ફેન્સ સાથે પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો.

એક મિનિટના વીડિયોમાં હાર્દિક પંડ્યા નેટમાં ચોગ્ગા અને સિક્સર ફટકારતો નજરે પડે છે. હાર્દિક પંડ્યાએ બેટિંગ કોચ વિક્રમ રાઠોડની દેખરેખ હેઠળ પુલ શોટ લગાવ્યા હતા. પંડ્યાને નેટમાં તમામ પ્રકારના બોલ આપવામાં આવ્યા હતા. અંતે તેણે નેટમાં પણ જોરદાર બોલિંગ કરી.

લાંબી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યા ગયા વર્ષે આઈપીએલ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફર્યો હતો. આ પછી, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે અને ટી-૨૦ ટીમમાં પણ ભાગ લીધો હતો. જો કે ઈજાથી સંપૂર્ણ સ્વસ્થ ન થવાને કારણે તેણે બોલિંગથી પોતાનું અંતર રાખ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution