21, જુન 2021
મ્યુનિચ
ડિફેન્ડર્સ રુબન ડાયસ અને રફેલ ગુરેરોએ બે આત્મઘાતી ગોલ કરીને જર્મનીને હાફ ટાઇમ પહેલા ૨-૧ની લીડ અપાવી હતી. ત્યારબાદ કાઈ હાવર્ત્ઝ અને રોબિન ગોસેન્સએ ૫૧ મી અને ૬૦ મી મિનિટમાં ગોલ કરીને જર્મનીને ૪-૧ની લીડ અપાવી. રોનાલ્ડોએ ફ્રી કિક પર જર્મનીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો જ્યારે ડિયોગો જોટાએ ૬૭ મી મિનિટમાં પોર્ટુગલ માટે ગોલ કરીને ૨-૪થી સ્કોર કર્યો હતો પરંતુ માત્ર હારના અંતરને ટૂંકાવી દીધા હતા.
રશિયામાં ૨૦૧૮ ના વર્લ્ડ કપમાંથી પ્રથમ રાઉન્ડમાં બહાર નીકળ્યા પછી ૨૦૧૪ વર્લ્ડ કપ ચેમ્પિયન જર્મનીએ યુરો ૨૦૨૦ માં સારું પ્રદર્શન કરવાની અપેક્ષા કરી હતી, પરંતુ ટીમે સારી શરૂઆત કરી નહોતી. પોર્ટુગલ અને જર્મની બંને હવે ગ્રુપ એફમાં ત્રણ પોઇન્ટ ધરાવે છે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ ચાર પોઇન્ટ સાથે ટોચ પર છે. ફ્રાન્સને બુડાપેસ્ટમાં હંગેરીએ ૧-૧થી બરાબરી કરી હતી. હંગેરીનો એક પોઇન્ટ છે અને તે બુધવારે મ્યુનિચમાં જર્મની સાથે રમશે. ફ્રાન્સની મેચ બુડાપેસ્ટમાં પોર્ટુગલ સાથે થશે.