ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી જિમી ગ્રીવ્સનું નિધન
20, સપ્ટેમ્બર 2021

લંડન-

ઈંગ્લેન્ડ માટે ૫૭ ફૂટબોલ મેચમાં ૪૪ ગોલ કરનાર લિજેન્ડરી જિમી ગ્રીવ્સનું નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ સિવાય તેણે ટોટનહામ, ચેલ્સી અને એસી મિલાન માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટોટનહામ માટે ૩૭૯ મેચમાં રેકોર્ડ ૨૬૬ ગોલ કર્યા હતા. આ જ ક્લબે રવિવારે તેના મૃત્યુ વિશે માહિતી આપી હતી.

ટોટનહામએ કહ્યું તેની પ્રખ્યાત કારકિર્દી દરમિયાન જિમીનો સ્ટ્રાઇક રેટ (મેચ સરેરાશ દીઠ ગોલ) ઉત્તમ હતો. ગ્રીવ્સને અગાઉ ૨૦૧૨ માં માઇનોર હાર્ટ એટેક અને ૨૦૧૫ માં હાર્ટ એટેક આવ્યો હતો. ગ્રીવ્સ ઇંગ્લેન્ડની ટોપ ડોમેસ્ટિક ફૂટબોલ લીગમાં સતત ત્રણ સીઝન સુધી સૌથી વધુ ગોલ કરનારાઓ માટે ટેબલમાં ટોચ પર રહેનાર પ્રથમ ખેલાડી છે. તેણે રાષ્ટ્રીય ટીમ માટે રેકોર્ડ છ હેટ્રિક ગોલ કર્યા છે. જોકે તે ટીમમાં રહ્યા બાદ પણ ૧૯૬૬ ના વર્લ્ડ કપની ફાઇનલમાં મેદાનમાં ઉતરી શક્યો ન હતો. આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં તે ઘાયલ થયો હતો અને તેના સ્થાને જ્યોફ હર્સ્‌ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગ્રીવ્સ ફિટ થયા પછી પણ હર્સ્‌ટનું સ્થાન ટીમમાં રહ્યું. તે સમયે અવેજી ખેલાડીઓનો કોઈ વિકલ્પ નહોતો. તેને વર્લ્ડ કપની ફાઇનલમાં ન રમવાની નિરાશા ટકી હતી. ગ્રીવ્સનો જન્મ ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૦ ના રોજ થયો હતો અને ૧૭ વર્ષની ઉંમરે ચેલ્સિયા સાથે જોડાયો હતો. તે ૨૦ વર્ષ ૨૯૦ દિવસની ઉંમરે લીગમાં ૧૦૦ ગોલ કરનાર સૌથી યુવાન ખેલાડી બન્યો. તેણે કુલ ૫૧૬ લીગ મેચમાં ૩૫૭ ગોલ કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution