નવી દિલ્હી

ઓસ્ટ્રેલીયાના યુવા ટેનિસ પ્લેયર એંજેલીના ગ્રાઓવેક એ હામલાં જ પોતાના કેરિયરને આર્થિક રીતે વધુ મજબૂત કરવા માટે હવે તેણે હેરાન કરવા વાળી દીશા શોધી છે. એંજેલીનાએ કમાણીને ધ્યાને રાખીને ખેલ જગત થી જાણે કિનારો કરી લીધો હોય એમ તેણે આ પગલુ ભર્યુ છે. તેણે એક એડલ્ટ સાઇટ ને જોઇન કરી લીધી છે. 19 વર્ષીય એંજેલીના ઓસ્ટ્રેલીયાના સાઉથ વેલ્સમાં રહે છે અને તે ટેનિસ પ્લેયર છે. ટેનિસ પ્લેયર તરીકે તે હાલના સમયે 1171 મો રેન્ક ધરાવે છે. 

એંજેલીના ગ્રાઓવેક અત્યાર સુધીમાં 37 મેચ રમી ચુકી છે, જેમાં તેને માત્ર 9 મેચમાં જ જીત મળી શકી છે. તેણે પ્રોફેશનલ ટેનિસમાં વર્ષ 2018માં ડેબ્યુ કર્યુ હતુ. તે ટેનિસ થકી 3500 ડોલરની કમાણી કરી રહી છે. તેના આ નિર્ણયને લઇને તેના પ્રશંસકો અને ખેલ ચાહકો પણ હેરાન રહી ગયા છે. 

એંજીલીનાને હવે તેને વધારાની કમાણીની જરુર વર્તાવા લાગી છે અને તેના માટે હાલમાં જ એક એડલ્ટ સાઇટ પર પોતાનુ એકાઉન્ટ પણ બનાવી લીધુ છે. જ્યા હવે તે પોતાના હોટ અને બોલ્ડ અવતારમાં નજરે ચઢશે. એંજેલીના પાસે ઇન્સ્ટાગ્રામ પર માત્ર 16,000 ફોલોઅર્સ છે. તેમ છતાં પણ તે એડલ્ટ સાઇટ દ્રારા નવો દાવ રમવાનુ જોખમ ખેડી રહી છે. તેણે જોઇન્ટ કરેલી સાઇટ પર 24 મીલીયન થી વધારે સબક્રાઇબર્સ મોજુદ છે. આ સાઇટ પર પૈસા ચુકવીને લોકો પોતાના પસંદીત સ્ટાર્સના ફોટોઅને વિડીયો જોતા હોય છે. 

હવે એંજેલીના પોતાના હોટ ફોટો અને એડલ્ટ કન્ટેન્ટને આ સાઇટ પર વેચીને પૈસા કમાવાનુ શરુ કર્યુ છે. આ પહેલા ઓસ્ટ્રેલીયાની કાર રેસર રેની ગ્રેસીએ પણ એડલ્ટ સાઇટ જોઇન્ટ કરી હતી અને તેના દ્રારા તે કમાણી કરી રહી હતી.