દુબઇ 

આઈપીએલ સીઝન 13માં સીએસકેની સતત ત્રીજા હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે રમાયેલ આ મેચમાં સેનરાઈઝર્સ હૈદ્રાબાદે સીએસકેને સાત રને હાર આપી. ટીમના કેપ્ટન ધોનીએ અણનમ 47 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી ન શક્યા. પરંતુ આ મેચમાં મેદાન પર ઉતરતા જ ધોનીએ આઈપીએલમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. ધોનીએ આઈપીએલમાં સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ધોનીએ સૌથી વધારે મેચ રમવાના મામલે પોતાની જ ટીમના સુરેશ રૈનાને પાછળ છોડ્યો છે. રેના આ વખતે આઈપીએલ 13માં નથી રમી રહ્યો. કોરોનાનું જોખમને ધ્યાનમાં રાખતા સુરેશ રૈના દુબઈથી ભારત પરત ફર્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના આઈપીએલ કેરિયરમાં અત્યાર સુધી 193 મેચ રમી હતી. પરંતુ હવે ગઈકાલેની મેચ સાથે ધોનીની કુલ મેચની સંખ્યા 194 થઈ ગઈ છે.