ત્રીજા દિવસની ટેસ્ટ મેચ  શરૂ!!

ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 204 રનમાં ઓલઆઉટ, જેસન હોલ્ડરે 6 અને શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી બેન સ્ટોક્સે 43, જોસ બટલરે 35, ડોમિનિક બેસે 31* અને રોરી બર્ન્સે 30 રન કર્યાબર્ન્સે પોતાની 16મી ટેસ્ટમાં 1000 રન પૂરા કર્યા, છેલ્લે 2007માં એલિસ્ટર કૂકે ઓપનર તરીકે 1000 હજાર રન પૂરા કર્યા હતા વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે 1 વિકેટે 77 રન કર્યા છે.

ક્રેગ બ્રેથવેટ 37 રને અને શાઇ હોપ 5 રને રમી રહ્યા છે. ઓપનર જોન કેમ્પબેલ 28 રને જેમ્સ એન્ડરસનની બોલિંગમાં LBW થયો હતો. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 36 બોલમાં 3 ફોર મારી હતી. અગાઉ અમ્પાયરે કેમ્પબેલને 12 રને જેમ્સ ઍન્ડરસનની બોલિંગમાં LBW આઉટ આપ્યો હતો. જોકે બેટ્સમેને રિવ્યુ લઈને પોતાની વિકેટ બચાવી હતી. બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થયોહતો. 

ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે 204 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બેન સ્ટોક્સના નિર્ણયને વિરોધી કેપ્ટન જેસન હોલ્ડરે 6 વિકેટ ઝડપી ખોટો પુરવાર કર્યો હતો. એકસમયે 87 રનમાં 5 વિકેટ ગુમાવનાર ઇંગ્લિશ ટીમ માટે સ્ટોક્સે 43, જોસ બટલરે 35 અને રોરી બર્ન્સે 30 રન કર્યા હતા. જોકે તેઓ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિન્ડિઝ માટે હોલ્ડર સિવાય શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution