વિમ્બલ્ડન

મહિલા વિભાગમાં વિશ્વની પ્રથમ નંબરની એશ બાર્ટી પણ પ્રથમ વખત વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તેણે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બાર્બોરા ક્રેજિસ્કોવાને ૭-૫, ૬-૩ થી હરાવી. ટ્યુનિશિયાની જન્સ જબોર વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી આરબ દેશોની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. તેણે ૨૦૨૦ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઇંગા સ્વિટેકને ચુસ્ત મેચમાં ૫-૭, ૬-૧, ૬-૧ થી હરાવી હતી. બીજી ક્રમાંકિત આર્યના સબાલેન્કા પણ પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. તેણે એલેના રાયબકીનાને ૬-૩, ૪-૬, ૬-૩ થી હરાવી. નંબર આઠ કેરોલિના પીલિસ્કોવાએ લ્યુડમિલા સેમસોનોવાને ૬-૨, ૬-૩થી હરાવી.