નવી દિલ્હી 

લાહોરની સેશન્સ કોર્ટે પોલીસને પાકિસ્તાની કેપ્ટન સામે એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. કોટે બાબર સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવા જણાવ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસ પર છે અને કેપ્ટન હાલમાં શ્રેણીની તૈયારી કરી રહ્યો છે.

હમીજા મુખ્તરે પાકિસ્તાનના કેપ્ટન બાબર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કરતી વખતે પીડિતાએ કહ્યું હતું કે બાબરે તેના લગ્નના બહાને તેનું શારીરિક શોષણ કર્યું હતું. હમીજા, જે લાહોરની છે, તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની કપ્તાને તેનો ગર્ભપાત કરાવ્યો હતો અને તેણે લગ્નના ખોટા વચનો આપ્યા હતા. તેમણે પુરાવા તરીકે તબીબી કાગળો રજૂ કર્યા છે.

એડિશનલ સેશન્સ જજ નૂમન મુહમ્મદ નઇમે નસીરાબાદ પોલીસ મથકને બંને પક્ષની સલાહ સાંભળ્યા બાદ તરત જ બાબર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે આ આક્ષેપો ખૂબ ગંભીર અને પીડાદાયક છે. આ કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. હમીજાએ આ કેસમાં પુષ્ટિ આપી છે કે બાબર વિરુદ્ધ નસિરાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે.

એડિશનલ સેશન્સ જજ આબીદ રઝાએ બાબરને હમીજાના પરિવારને કોઈપણ રીતે હેરાન ન કરવા આદેશ આપ્યો હતો. અહેવાલ હતો કે બાબરના પરિવાર ઉપર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેની સામે નસીરાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી હતી, ત્યારે તે સમયે પણ બીજા લગ્નનું વચન આપીને કેસ પાછો ખેંચવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ અને ત્રણ ટી -20 મેચ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ કરાચીમાં 26 જાન્યુઆરીથી રમાવાની છે જ્યારે બીજી મેચ રાવલપિંડીમાં 4 ફેબ્રુઆરીથી યોજાશે. ટી 20 શ્રેણી 11, 13 અને 14 ફેબ્રુઆરીએ રમવામાં આવશે.