જસપ્રિત બુમરાહ વનપ્લસનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો
19, જુન 2021

ન્યૂ દિલ્હી

સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ ક્રિકેટર જસપ્રિત બુમરાહને તેના વોચ જેવા વેરેબલ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે બુમરાહ સાથેની આ ભાગીદારી અમારા 'નેવર સેટલ' સિદ્ધાંતને અનુરૂપ છે. યુવાનો માટે બુમરાહ તંદુરસ્ત યોગ્ય જીવનશૈલી માટે પ્રેરણા છે. કંપનીના વેરેબલમાં વનપ્લસ વોચ અને વનપ્લસ બેન્ડ શામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ભાગીદારીના ભાગ રૂપે બુમરાહ સાથે પ્રમોશનલ અભિયાન હાથ ધરવામાં આવશે. તેની શરૂઆત ડિજિટલ ફિલ્મથી થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution