/
IND vs ENG 3rd Test: ભારતીય ટીમમાં કોઇ પરિવર્તન નહી, ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરાઇ

મુંબઈ-

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. ભારત ટેસ્ટ સિરીઝમાં 1-0 થી લીડ ધરાવે છે. ભારતીય ટીમ હેડિંગ્લે ટેસ્ટ દ્વારા સિરીઝમાં અજેય રહેવા માટે રમત રમશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે. ભારતીય ટીમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટીમ ઇન્ડીયા એ અગાઉંની બંને ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેને લઇ ટીમ ઇન્ડીયાને જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી મેચ લીડ્સમાં રમાવવાની છે. મેચની શરૂઆત પહેલા મંગળવારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે ટીમના પ્લેઇંગ ઈલેવન, લોર્ડ્સ ટેસ્ટમાં મળેલી જીત સાથે જોડાયેલા સવાલના જવાબ આપ્યા હતા. બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે રોમાંચક રીતે ભારતે ઈંગ્લેન્ડને 151 રનોથી હાર આપી હતી અને તેની સાથે શ્રેણીમાં 1-0થી આગળ ચાલી રહ્યા છે. વિરાટ કોહલીએ ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં લોર્ડ્સમાં મેળવેલી જીત અંગે વાત કરતા કહ્યું હતું કે, અમે ઘણા નિરાશ હતા કે પહેલી ટેસ્ટમાં પાંચ દિવસમાંથી એક પણ દિવસ સરખી રીતે રમાઈ શકાયું ન હતું. અમારે 150 રન બનાવવાના હતા અને 9 વિકેટો અમારી પાસે હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution