જો તમે 80, 90ના દાયકામાં જન્મ્યા છો યા પછી મિલિયમ કીડ છો. તો આપે WWEની ફાઈટ જરૂર જોઈ હશે, અને જો તમે નથી પણ જોઈ તો અંડરટેકર અંગે સાંભળ્યું તો હશે. તે જ અંડરટેકર જે રિંગમાં અચાનક આવી જતો, મરીને જીવતો થતો, વગેરે જેવી સ્ટોરીઝ નાનપણમાં પણ તમે સાંભળી હશે. અંડરટેકર તાબૂતમાં આવે છે. તે મરીને જીવતો થાય છે. WWEની કાર્ડ ગેમમાં અંડરટેકરની ઘણી વેલ્યૂ હોતી હતી. હવે અંડરટેકરે અંદાજીત ત્રણેક દશકા પછી WWEની રિંગને અલવીદા કરી દીધી છે.

અંડર ટેકરે અંદાજીત ત્રણ દાયદા સુધી રિંગ પર રાજ કર્યું છે. ડેડમેનના નામથી પણ તે જાણિતો છે. અંડરટેકરની સ્ટઈલ તેના ફેન્સને ઘણી પસ પસંદ હતી. ખાસ કરીને આંખોની કરામત. જેમાં અંડરટેકર રીતસર કોઈ ભૂત હોય તેવું દેખાતું.તેની આખરી મેચ રેસલમાનિયા 36માં હતી. તે મુકાબલામાં તેનો સામનો એજે સ્ટાઈલ્સ સામે હતો. અંડરટેકરે આ મેચમાં જીત હાંસલ કરી હતી. અંડરટેકરનું માનવું હતું કે તેણે ત્રણ દાયકા સુધી કેરિયરને જીત સાથે ખત્મ કરવાનો યોગ્ય નિર્ણય કર્યો છે.પોતાની ડોક્યૂમેન્ટ્રીમાં તેણે કહ્યું કે, તે મારા કેરિયરનો અંતિમ મુકાબલો હતો. પોતાની વાપસીના સવાલ પર તેણે કહ્યું કે, WWEના ચેરમેન વિંસના કહ્યા પર વાપસી થશે કે નહીં તે સમય જ નક્કી કરશે. જોકે તેણે એ જરૂર કહ્યું કે, ઈમર્જન્સીની સ્થિતિમાં વિચાર કરી શકાય છે. જોકે હાલ તેનો આવો કોઈ ઈરાદો નથી. (ટ્વીટર)

1990માં પહેલીવાર અંડરટેકરે WWEમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં જ સ્ટાર હલ્ક હોગનને હરાવ્યો હતો. રેસલમાનિયામાં તેનો રેકોર્ડ 25-2નો રહ્યો છે. બે દસ્કા સુધી તેનો રેકોર્ડ 21-0નો રહ્યો હતો.