ચટ્ટોગામ,તા.૩

બે ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને ૧૯૨ રને હરાવીને ૨-૦થી ક્લીન સ્વીપ કર્યું હતું. શ્રીલંકા તરફથી ચોથી ઇનિંગમાં ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ ૫૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચ ૩૨૮ રને જીતી હતી અને બીજી મેચ જીતીને તેણે બાંગ્લાદેશમાં ટેસ્ટ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. શ્રીલંકાએ અગાઉ ટી-૨૦ શ્રેણી ૨-૧થી જીતી હતી.જાેકે, તે સમાન અંતરથી ર્ંડ્ઢૈં શ્રેણી હારી ગઈ હતી. ૫૧૧ રનના લક્ષ્યાંતકનો પીછો કરતા બાંગ્લાદેશે મેચના પાંચમા અને અંતિમ દિવસે સવારે ૭ વિકેટે ૨૬૮ રન બનાવીને તેનો દાવ આગળ વધાર્યો હતો અને તેની આખી ટીમ ૩૧૮ રનમાં આઉટ થઈ ગઈ હતી. મેહદી હસન મિરાજ ૮૧ રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં ૧૦૦ બોલ રમ્યા અને ૧૪ ચોગ્ગા ફટકાર્યા.કમિન્દુ મેન્ડિસે દિવસની ચોથી ઓવરમાં તૈજુલ ઈસ્લામને આઉટ કરીને શ્રીલંકાને દિવસની પ્રથમ સફળતા અપાવી. ત્યારબાદ કુમારાએ હસન મહમૂદ અને સૈયદ ખાલિદ અહેમદને આઉટ કરીને શ્રીલંકાને જીત અપાવી હતી. શ્રીલંકાએ પ્રથમ દાવમાં ૫૩૧ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં છ બેટ્‌સમેનોએ અડધી સદી ફટકારી હતી.આ રીતે કોઈ પણ બેટ્‌સમેન સદી ફટકાર્યા વિના સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે નોંધાયો હતો. શ્રીલંકાએ બાંગ્લાદેશને ૧૭૮ રનમાં ઓલઆઉટ કરીને ૩૫૩ રનની લીડ મેળવી હતી પરંતુ ફોલોઅપ કર્યું ન હતું. શ્રીલંકાએ તેનો બીજાે દાવ સાત વિકેટે ૧૫૭ રન પર ડિકલેર કર્યો હતો.