નવી દિલ્હી

બેંગ્લોરમાં ગત રવિવારે સલાના ટીસીએસ વર્લ્ડ 10K મેરેથોન આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે પ્રતિવર્ષ મે-જૂન માસમાં આયોજીત કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે કોરોના વાયરસને લઇને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં આયોજીત કરવામા આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ મેરેથોનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પ્રેરણાદાયી આ વાતમાં એક પાંચ મહિના નો ગર્ભ ધરાવતી મહિલાએ ફક્ત 62 મીનીટમાં રેસને પુરી કરી હતી. આ દોડ 10 કીમી ની હતી. નજીકના સમયમાં માતા બનનારી અંકિતા ગૌડ એ રવિવારે ટીસીએસ વર્લ્ડ 10K દોડ પુરી કરી હતી. વ્યવસાયે એન્જીનીયર અંકિતા 2013 થી ટીસીએસ વર્લ્ડ 10Kમાં ભાગ લઇ રહી છે. આ ઉપરાંત તે પાંચ-છ આંતરરાષ્ટ્રીય મેરેથોન માં પણ ભાગ લઇ ચુકી છે. જે અગાઉ બર્લીનમાં ત્રણ વાર અને બોસ્ટન તથા ન્યૂયોર્ક માં પણ ભાગ લઇ ચુકી છે. 

પાછલા નવ વર્ષ થી નિયમીત રુપે દોડી રહેલી અંકિતાનુ માનવુ છે કે, પ્રવૃત્તી તેમના માટે શ્વાસ લેવા સમાન છે. અંકિતાએ કહ્યુ હતુ કે, આ એક એવી ચીજ છે કે જેને હું છેલ્લા નવ વર્ષ થી કરી રહી છુ, લગભગ દરરોજ. ચોક્ક તમે ક્યારેક બીમાર હોય કે ઇજાગ્રસ્ત હોય તો આમ નથી કરી શકતા. તેણે કહ્યુ કે છેલ્લા નવ વર્ષ થી દોડી રહી છુ મતલબ આ મારે માટે શ્વાસ લેવા રુપ છે. આ મારી અંદર પ્રાકૃતિક રુપ થી છે. આ વર્ષની પ્રતિયોગીતા માટે તમે કેવી તૈયારીઓ કરી હતી તેવા સવાલના જવાબમાં, કહ્યુ કે હું દરરોજ નિયમીત પાંચ થી આઠ કીમી દોડી રહી હતી ધીરે ધીરે. 

અંકિતાએ કહ્યુ કે, તે દરેક વખતે આ મેરેથોનમાં મેડલ જીતી લેતી હતી. જોકે આ વખતે એમ નથી થયુ, કારણ કે તે બ્રેક લઇ લઇને દોડી રહી હતી. કારણ કે પાંચ મહિનાની ગર્ભવતી હોવાને લઇને મારુ શરીર પહેલાની તુલનામાં અલગ છે. અંકિતાએ ડોક્ટર ની સલાહ બાદ આ રેસમાં ભાગ લીધો હતો. તેણે કહ્યુ કે, મારા ડોક્ટરે મને બતાવ્યુ હતુ કે દોડવામાં કોઇ પણ ખતરો નથી, બસ મારે ધીમે દોડવુ પડશે. જોગની જેમ રનીંગ કરવી બાળક ને માટે પણ સારુ છે. ડોક્ટરની સલાહ બાદ પણ અંકિતાની માતા શરુઆતમાં આ માટે તૈયાર નહોતી. રમતની તરફ અંકિતાને પ્રોત્સાહિત કરવા વાળી તેની માતાને કેટલીક બાબતોનો ડર હતો. જોકે એક વાર ડોક્ટરની તરફ થી ગ્રીન સીગ્નલ મળ્યુ અને તે તૈયાર થઇ ગઇ હતી. 

માતા પિતા ઉપરાંત અંકિતાને તેના પતિનુ પણ સમર્થન મળ્યુ હતુ. જ્યારે અંકિતા તબીબ ને જઇને આ અંગે વાત કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેના પતિ પણ સાથે ગયા હતા. અંકિતાને લાગી રહ્યુ હતુ કે પરિવારની બાબતથી તે ખૂબ ભાગ્યશાળી છે.