સિડની

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિના વિકેટે 14 રન કર્યા છે. તેમને ફર્સ્ટ ઇનિંગ્સમાં 94 રનની લીડ મળી હતી. ડેવિડ વોર્નર અને વિલ પુકોવ્સ્કી ક્રિઝ પર ઊભા છે. 

ઋષભ પંતની જગ્યાએ રિદ્ધિમાન સાહા વિકેટકીપિંગ કરી રહ્યો છે. પંતને કમિન્સનો બોલ કોણીમાં વાગ્યો હતો. તે શોર્ટ બોલને પુલ કરવા ગયો પરંતુ બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થયો હતો. 2 મિનિટ માટે મેચ અટકી હતી અને પંતે મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યા બાદ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. અત્યારે તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. 

ભારત પ્રથમ દાવમાં 244 રનમાં ઓલઆઉટ થયું છે. ઓસ્ટ્રેલિયા (338)ને ફર્સ્ટ ઇનિંગ્સમાં 94 રનની લીડ મળી છે. ભારત માટે ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલે સર્વાધિક 50 રન કર્યા હતા. ઋષભ પંતે 36, રવિન્દ્ર જાડેજાએ 28* અને રોહિત શર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયાએ અંતિમ 6 વિકેટ 49 રનમાં ગુમાવી.195/4થી 244 રનમાં ઓલઆઉટ. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 4, જોશ હેઝલવુડે 2 અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી છે. 

ચેતેશ્વર પૂજારાએ આજે પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફટી મારી છે. તેણે 50 રન પૂરા કરવા માટે 174 બોલ લીધા હતા. આ પહેલાં તેણે 2018માં સૌથી આફ્રિકા સામે જોહાનિસબર્ગ ખાતે 173 બોલમાં ફિફટી મારી હતી. જોકે, ક્રિઝ પર આટલો સમય પસાર કરીને 50ના માઈલસ્ટોન સુધી પહોંચ્યા બાદ પૂજારા તરત જ આઉટ થઇ ગયો હતો. તે પેટ કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 26મી ફિફટી મારી અને આ ઇનિંગ્સ દરમિયાન પાંચ ફોર ફટકારી.