ટોક્યો-

ટોક્યો પેરાલિમ્પિક્સ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. ભારતે ૫ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ સહિત કુલ ૧૯ મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ભારત ૨૪ મા ક્રમે છે. આ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ ૧૧ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ માત્ર ૧૨ મેડલ જ જીતી શક્યા હતા. પરંતુ આ વખતે અમારા ખેલાડીઓએ ઈતિહાસ બદલી નાખ્યો. આ વખતે રેકોર્ડ ૫૪ ખેલાડીઓ ટોક્યોમાં ઉતર્યા. એકંદરે ભારતને પેરાલિમ્પિક્સમાં ૯ ગોલ્ડ, ૧૨ સિલ્વર, ૧૦ બ્રોન્ઝ સહિત ૩૧ મેડલ મળ્યા છે.


પેરાલિમ્પિક રમતોની શરૂઆત ૧૯૬૦ માં થઈ હતી અને ભારતીય ખેલાડીઓ સૌપ્રથમ ૧૯૬૮ માં તેલ અવીવ પહોંચ્યા હતા. ત્યારબાદ ભારતે એક પણ મેડલ જીત્યો ન હતો. અમે ૧૯૭૨ માં પ્રથમ વખત મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ભારતને પેરાલિમ્પિક ગેમ્સમાં માત્ર એક જ ગોલ્ડ મળ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ટોક્યો ૨૦૨૦ માં ૫ રમતોમાં ૧૯ મેડલ જીત્યા હતા. પુરુષ ખેલાડીઓએ ૧૬ જ્યારે મહિલા ખેલાડીઓએ ત્રણ મેડલ જીત્યા હતા.

એથ્લેટિક્સમાં સૌથી વધુ ૮ મેડલ મળ્યા

ભારતને એથ્લેટિક્સમાં સૌથી વધુ ૮ મેડલ મળ્યા. જેમાં એક ગોલ્ડ, ૫ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. શૂટિંગમાં ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ સહિત ૫ મેડલ મળ્યા હતા. ૨ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત બેડમિન્ટનમાં ૪ મેડલ જીત્યા. આ સિવાય ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ અને તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ૨૦૧૬ રિયો પેરાલિમ્પિક્સમાં, ભારતને ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ સહિત ૪ મેડલ મળ્યા. તે શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

ભારત તરફથી મેડલ વિજેતા ખેલાડીઓ

નામ મેડલ ગેમ

અવની લેખરા શૂટિંગ ગોલ્ડ

સુમિત એન્ટિલ એથ્લેટિક્સ ગોલ્ડ

મનીષ નરવાલ શૂટિંગ ગોલ્ડ

પ્રમોદ ભગત બેડમિન્ટન ગોલ્ડ

કૃષ્ણ નગર બેડમિન્ટન ગોલ્ડ

ભાવનાબેન પટેલ ટેબલ ટેનિસ સિલ્વર

નિષાદ કુમાર એથ્લેટિક્સ સિલ્વર

યોગેશ કથુનિયા એથ્લેટિક્સ સિલ્વર

દેવેન્દ્ર ઝાખરિયા એથ્લેટિક્સ સિલ્વર

મરિયપ્પન થંગાવેલુ એથ્લેટિક્સ સિલ્વર

પ્રવીણ કુમાર એથ્લેટિક્સ સિલ્વર

સિંહરાજ અધના શૂટિંગ સિલ્વર

સુહાસ યાતિરાજ બેડમિન્ટન સિલ્વર

સુંદર ગુર્જર એથ્લેટિક્સ બ્રોન્ઝ

સિંહરાજ અધના શૂટિંગ બ્રોન્ઝ

શરદ કુમાર એથ્લેટિક્સ બ્રોન્ઝ

અવની લેખારા શૂટિંગ બ્રોન્ઝ

હરવિંદર સિંહ તીરંદાજી બ્રોન્ઝ

મનોજ સરકાર બેડમિન્ટન બ્રોન્ઝ