દિલ્હી-

ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે શ્રીલંકા પર કેપ્ટન બદલવા મુદ્દે કટાક્ષ કર્યો હતો. જાફરે ક્રિકટ્રેકરની એક ટ્‌વીટ શેર કરીને લખ્યું હતું કે, યાર આટલા તો છોકરાઓ ડ્ઢઁ નથી બદલતા, જેટલા શ્રીલંકન ટીમે છેલ્લા ૫ વર્ષમાં કેપ્ટન બદલ્યા છે. શ્રીલંકાએ છેલ્લા ૫ વર્ષમાં ૯ કેપ્ટન ચેન્જ કર્યા છે અને ટૂંક સમયમાં ૧૦માં કેપ્ટન તરીકે શનાકાની પસંદગી થઈ શકે છે.

શ્રીલંકન ક્રિકેટ દસુન શનાકાની ટીમના નવા કેપ્ટન તરીકે નિમણુક કરશે. શનાકા કોન્ટ્રાક્ટ સાઇન કરનાર પહેલો ખેલાડી છે. ૨૯ વર્ષીય શનાકા આક્રમક બેટ્‌સમેનની સાથે ફાસ્ટ બોલર પણ છે. છેલ્લા પાંચ વર્ષમાં શ્રીલંકન ટીમ ૧૦મો કેપ્ટન બદલશે. પુલ થરંગા, એન્જેલો મેથ્યૂઝ (૨ વાર), ચમારા કપૂગેદરા, લસિથ મલિંગા (૨ વાર), દિનેશ ચંદીમલ, દિમુથ કરૂણારત્ને અને પરેરાને ૨૦૧૭ની શરૂઆતથી અત્યારસુધી શ્રીલંકાએ કેપ્ટનશિપ આપી છે. શનાકાએ ૨૦૧૯માં પાકિસ્તાન સામે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં તેમની ટીમ તમામ મેચ હારી ગઈ હતી. ક્રિકટ્રેકરે એક ફોટો ટ્‌વીટ કર્યો હતો, જેમાં ૨૦૧૭થી અત્યારસુધી શ્રીલંકા ટીમે જેટલા કેપ્ટન બદલ્યા છે એની યાદી બહાર પાડી હતી. એ પોસ્ટને શેર કરતા પૂર્વ ઈન્ડિયન ક્રિકટર વસીમ જાફરે લખ્યું હતું કે યાર આટલા તો છોકરાઓ ડીપી નથી બદલતા, જેટલા શ્રીલંકન ટીમે કેપ્ટન બદલ્યા છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની લિમિટેડ ઓવર્સ સિરીઝની નવી તારીખો જાહેર થઈ ગઈ છે. આ સિરીઝ ૧૮થી ૨૯ જુલાઈ વચ્ચે રમાશે. શ્રીલંકન સ્ક્વૉડમાં કોરોના આઉટ બ્રેક થતાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. પહેલા આ સિરીઝ ૧૩થી ૨૫ જુલાઈ વચ્ચે રમાવાની હતી. મ્ઝ્રઝ્રૈં હજુ આ અંગે સત્તાવાર જાણકારી બહાર પાડી શકે છે. શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જાેવી પડશે.