/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

IPLનાં ઇતિહાસમાં ધોની સેનાની સૌથી મોટી હાર, પ્લે-ઓફમાં રમવું ચેન્નાઈ માટે મુશ્કેલ 

શારજહા 

13મી સીઝનની 41મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શારજહામાં રમાઈ હતી. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા હતા. 115 રનના વિજય લક્ષ્યાંકને મુંબઈએ 13મી ઓવરમાં મેળવી લીધો હતો. ક્વિન્ટન ડિકૉક અને ઈશાન કિશન નોટ આઉટ રહ્યા હતા. ઈશાન કિશને 37 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેમા 5 છગ્ગા અને છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ક્વિન્ટન ડિકૉકે 37 બોલમાં 46 રન બનાવ્યા હતા. તેમા 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

IPLમાં પ્રથમવાર ચેન્નાઈ લીગ રાઉન્ડમાં 8 મેચ હાર્યું છે. આ પહેલા 2010માં અને 2012માં લીગમાં 7-7 મેચ હાર્યું હતું. આ હાર પછી પ્લેઓફ માટે ચેન્નાઈની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તેને તેની બચેલી મેચને જીતવા ઉપરાંત બીજી ટીમના પરીણામ પર પણ નિર્ભર રહેવું પડશે. બીજી તરફ મુબઈની ટીમે પોતાની 7મી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચની સ્થાન મેળવી લીધું છે. 

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 114 રન બનાવી શકી હતી. સેમ કરને લડાયક ઈનિંગ રમી 52 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી બોલ્ટે 4, બુમરાહ- રાહુલ ચાહરે બે-બે વિકેટ તેમજ નાથન કુલ્ટર-નાઈલે એક વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ત્રણ રનમાં તેની ચાર વિકેટ પડી ગઈ હતી. શૂન્ય રને પ્રથમ વિકેટ પડી હતી. રિતુરાજ ગાયકવાડ શૂન્ય રને આઉટ થયો હતો હતો. બીજી ઓવરમાં બુમરાહે બે બોલમાં બે વિકેટ લીધી હતી. અંબાતી રાયડૂ બે રને અને એન જગદીશન શૂન્ય રને આઉટ થયા હતા. ત્રીજી ઓવરમાં ચેન્નાઈની ચોથી વિકેટ પડી હતી. ફાફ ડુ પ્લેસિસ એક રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution