મેલબોર્ન 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ સીરિઝની બીજી મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન ખાતે રમાશે. આ બોક્સિંગ-ડે ટેસ્ટ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું મેં, આ મુકાબલામાં પ્લેયર ઓફ ધ મેચને મુલાગ મેડલ આપવામાં આવશે.

આ નામ 152 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહેલા જોની મુલાગના નામ પર રાખવામાં આવ્યું છે. મુલાગ 1868માં પહેલીવાર વિદેશ પ્રવાસ પર જનાર ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા. ટીમનો આ ઇંગ્લેન્ડ પ્રવાસ હતો.


મુલાગે 45 ટેસ્ટની 71 ઇનિંગ્સમાં 1698 રન બનાવ્યા છે. તેમણે 1877 ઓવર બોલિંગ પણ કરી હતી. આ દરમિયાન 831 ઓવર મેડન નાખી હતી. તેમના નામે કુલ 257 વિકેટ છે. મુલાગ 1866માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક બોક્સિંગ ડે ટેસ્ટ પણ રમ્યા હતા.

સીરિઝની પહેલી મેચ એડિલેડમાં રમાઈ હતી. આ ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું હતું અને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી. આ મેચની બીજી ઇનિંગ્સમાં ભારતે પોતાના ટેસ્ટ ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર- માત્ર 36 રન બનાવ્યા હતા.

દર વર્ષે 26થી 30 ડિસેમ્બર સુધી થનાર મેચને બોક્સિંગ-ડે કહેવામાં આવે છે. બોક્સિંગ-ડે વાસ્તવમાં 'ક્રિસમસ બોક્સ'માંથી બનેલો શબ્દ છે. ક્રિસમસના પછીના દિવસે મોટા ભાગના દેશોમાં રજા હોય છે. આ દિવસે લોકો ક્રિસમસ બોક્સ ગિફ્ટ આપે છે.