મુંબઇ

ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મોટો ઝટકો મળ્યો છે. વિજય હજારે ટ્રોફી ૨૦૨૧ માટે ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે, જેમા અર્જુનનું નામ સામેલ નથી.

૨૦ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલ વિજય હજારે ટ્રોફી માટે મુંબઇની ટીમની જાહેરાત થઇ ગઇ છે. ભારતીય બેટ્‌‌સમેન શ્રેયસ અય્યરને મુંબઇની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યાં જ સલામી બેટ્‌‌સમેન પૃથ્વી શૉ ને મુંબઇની ટીમનો ઉપ-કેપ્ટન બનાવાયો છે. જ્યારે અર્જુન તેંદુલકરને મોટો ઝટકો મળ્યો છે.સચિનના પુત્રને મુંબઇ ક્રિકેટ સંઘે ઘરેલુ ૫૦ ઓવરની ચેમ્પિયનશિપ માટે ૨૨ સદસ્યોની ટીમમાં સામેલ કર્યો નથી.

અર્જુન તેડુલકર આ વર્ષે પ્રથમવાર કોઇ સીનિયર ટીમમાં સામેલ થયો હતો. ડાબા હાથના ઝડપી બોલર અર્જૂન તેંડુલકરને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇની ટીમમાં તક આપવામાં આવી હતી. તેણે લીટ ઇ લીગ ગ્રુપ મેચમાં પોતાનું ડેબ્યૂ કર્યું. તે મુકાબલામાં અર્જુને બે ઓવરોમાં ૧ વિકેટ લઇ ૨૧ રન આપ્યા હતા.

મુંબઈની ટીમ નીચે મુજબ છે.

શ્રેયસ ઐયર (કેપ્ટન), પૃથ્વી શો (ઉપ-કપ્તાન), સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, અખિલ હેરવાડકર, સરફરાઝ ખાન, ચિન્મય સુતાર, આદિત્ય તારે, હાર્દિક તમોર, શિવમ દુબે, આકાશ પારકર, આતિફ અટ્‌તરવાલા, શમ્સ મુલાની, અથર્વ અંકોલેકર, સાઇરાજ પાટિલ, સુજિત નાયક, તનુષ કોટિયન, પ્રશાંત સોલંકી, ધવન કુલકર્ણી, તુષાર દેશપાંડે, સિદ્ધાર્થ રાઉત અને મોહિત અવસ્થી.