મુંબઈ :  

આઇસીસીએ દાયકાની શ્રેષ્ઠ ટી 20 ટીમો (પુરુષો અને મહિલા ) યાદી જાહેર કરી છે મહીલાઓની દાયકાની શ્રેષ્ઠ 11 ટીમમાં એક ભારતીય ખેલાડીને તક મળી છે, જ્યારે પુરુષ વર્ગના ટોચના 11 ખેલાડીઓમાં ભારતના ચાર ખેલાડીઓ સામેલ થયા છે.

ભારત તરફથી હરમનપ્રીત કૌર મહિલાઓમાં પાંચમાં સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિશા હેલી પ્રથમ નંબરે છે. પુરૂષોની ટીમમાં રોહિત શર્માનું નામ દસકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે, જે નંબર વન પર છે અને ચોથા નંબર પર કપ્તાન વિરાટ કોહલી છે. તે પછી સાતમા ક્રમે ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની છે. આ સિવાય ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનું નામ 10 માં સ્થાન પર છે. 

આઈસીસીએ દાયકાની શ્રેષ્ઠ વનડે અને ટેસ્ટ ટીમની ઘોષણા કરી છે. વનડે ટીમને પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને સોંપવામાં આવી છે, જ્યારે ટેસ્ટ ટીમને વિરાટ કોહલીની કમાન સોંપવામાં આવી છે. આ સિવાય ડેવિડ વોર્નર, એબી ડી વિલિયર્સ, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, મિશેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, ઇમરાન તાહિર અને લસિથ મલિંગાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે