સેવિલે 

રીઅલ સોસિદાદે કોરોના વાયરસ રોગચાળાને લીધે એક વર્ષ રાહ જોયા બાદ કોપા ડેલ રે ફૂટબોલ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી. જો કે હવે પછીની ફાઈનલ બે અઠવાડિયામાં રમવામાં આવશે. રીઅલ સોસિદાદે શનિવારે સેવિલેમાં એથલેટિક બિલબાઓને ૧-૦થી હરાવીને ૨૦૨૦ કપની ફાઇનલ જીતી હતી. પેનલ્ટી પર મેચનો એકમાત્ર ગોલ માઇકલ ઓયરજબલે કર્યો હતો. કોરોના વાયરસ રોગચાળાને કારણે ફાઇનલ મેચ ૨૦૨૦ માં મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે ૨૦૨૧ ની કોપા ડેલ રે ટૂર્નામેન્ટની ફાઈનલમાં ટીમ બાર્સેલોના સામે ટકરાશે ત્યારે બીલબાઓને બે અઠવાડિયામાં ફરી એક વખત ટાઇટલ જીતવાની તક મળશે.