દિલ્હી-

ટોક્યો ઓલમ્પિક માટે ક્વાલિફાઇ થયેલા ખેલાડીઓ સહિત વિભિન્ન રમતોના કુલ 148 ખેલાડીઓને કોરોના વેક્સિન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાડવામાં આવ્યો છે. આ વાતની જાણકારી ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)એ આપી છે.

IOAના અધ્યક્ષ નારિન્દર બત્રાએ કહ્યું કે આ 148 ખેલાડીઓ માંથી 17 ખેલાડીઓ એવા છે કે જેને બંને ડોઝ લાગી ગયા છે. જ્યારે 131 ખેલાડીઓને હજુ રસીનો પ્રથમ ડોઝ પણ આપવાના બાકી છે. આ 148 ખેલાડીઓમાં તે ખેલાડીઓ પણ સામેલ છે કે જે 23 જુલાઇથી શરૂ થનાર ટોક્યો ઓલમ્પિકમાં પોતાની જગ્યા બનાવી શકે છે.એ સિવાય ટોક્યો પેરા ઓલમ્પિકમાં પણ ભાગ લેનાર 13 ખેલાડીઓને પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવી ગયો છે. જેમાથી બે ખેલાડીઓને બંને ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. ટોક્યો પેરા ઓલમ્પિક રમત 24 ઓગષ્ટે શરૂ થશે. આવી રીતે 20 મે સુધી 163 ખેલાડીઓને (પેરા ઓલમ્પિક સહિત) લગભગને પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે.

બત્રાએ ટોક્યો જતા ખેલાડીઓ અને અધિકારીઓની રસીની સ્થિતિ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે 20 મે સુધી 87 અધિકારીઓને કોરોનાની પહેલી રસી આપી છે, જ્યારે 23 અધિકારીઓને બંને રસી આપવામાં આવી છે.અત્યાર સુધીમાં ભારતના 90 ખેલાડીઓ વિવિધ રમતોમાં ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે. ટોક્યો ગેમ્સ કોરોના કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી. દરમિયાન, નેશનલ રાઇફલ એસોસિએશન ઑફ ઈન્ડિયા (એનઆરએઆઈ) એ કહ્યું કે ઓલિમ્પિકમાં ભાગ લેનારા શૂટર્સને ક્રોએશિયામાં રસી આપવામાં આવશે, કારણ કે તેઓને ત્યાંથી ટોક્યો જવાનું છે. ભારતીય શૂટર હાલમાં ક્રોએશિયામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.આમાંથી કેટલાકને ભારત જતા પહેલા રસી આપવામાં આવી હતી અને બીજી રસી ક્રોએશિયામાં રસી આપવામાં આવશે. તલવારબાજ ભવાની દેવી હાલમાં ઇટાલીમાં પ્રેક્ટિસ કરી રહી છે અને તેમને ત્યાં પ્રથમ રસી આપવામાં આવી હતી, જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુને યુ.એસ. માં પહેલી રસી મળે તેવી સંભાવના છે.