વડોદરા 

એલ. મેરીવાલાની પાંચ વિકેટ બાદ કેદાર દેવધરની શાનદાર બેટીંગથી ગુરુવારે એફબી કોલોની ગ્રાઉન્ડ પર રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી 20 ટૂર્નામેન્ટની એલિટ ગ્રુપ-સી મેચમાં બરોડાએ છત્તીસગઢને નવ વિકેટે હરાવ્યું.

બરોડાની ત્રણ મેચમાં આ સતત ત્રીજી જીત છે અને ટીમે 12 પોઇન્ટ સાથે તેમના ગ્રુપમાં ટોચ પર છે. છ મેચમાં છત્તીસગઢની આ સતત ત્રીજી હાર છે. છત્તીસગઢએ પ્રથમ બેટિંગ કરતા 17.3 ઓવરમાં 90 રન બનાવ્યા હતા. ટીમ તરફથી શશાંકચંદ્રકરે 20 અને સુમિત રુઇકર 18 અને અમનદીપ ખરાએ 13 રન બનાવ્યા હતા. 

બરોડા માટે મેરીવાલાએ આઠ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેના સિવાય કાર્તિકને બે વિકેટ મળી હતી. બરોડાએ છત્તીસગઢના 91 રનના લક્ષ્યાંકને 12.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. દેવધરે 41 બોલમાં 44 રન અને વિષ્ણુ સોલંકીએ સાત બોલમાં અણનમ 42 રન બનાવ્યા.