નવી દિલ્હી

ભારત અને આજેર્ન્ટિના વચ્ચે બ્યુનોસ આયર્સમાં રમાયેલી બીજી વોર્મ-અપ મેચ ૪-૪થી બરાબરી પર સમાપ્ત થઈ. ભારત તરફથી વરુણ કુમારે બે અને રાજકુમાર પાલ અને રુપિન્દર પાલ સિંહે એક-એક ગોલ કર્યો હતો, પરંતુ આર્જેન્ટીનાએવાપસી કરી બરાબરી પરપરત ફર્યું હતું. આજેર્ન્ટિનાના લિએન્ડ્રો ટોલીની અને ઇગ્નાસિયો ઓર્ટીઝે એક-એક ગોલ કર્યો જ્યારે લુકાસ તોસ્કાનીએ બે ગોલ કર્યા. વરુણે સાતમી મિનિટમાં ભારતને લીડ અપાવી. આજેર્ન્ટિના તરફથી ટોલિનીએ ૧૦ મી મિનિટમાં ગોલ કરીને ૧-૧થી બરાબરી કરી લીધી. આ પછી રાજકુમારે ૧૩ મી મિનિટમાં ગોલ કરીને કરીને ૨-૧ કરી દીધો. પહેલા હાફમાં જ રુપિન્દરે ૧૪ મી મિનિટમાં ગોલ કરીને ટીમને ૩-૧ની લીડ અપાવી હતી. ત્યારબાદ આજેર્ન્ટિનાએ ૨૩ મી મિનિટમાં લુકાસના ગોલથી લીડ ઘટાડવાનો પ્રયાસ કરી વાપસી કરી. ત્યારબાદ ઇગ્નાસિયોએ ૪૨ મી મિનિટમાં ગોલ કરીને ૩-૩થી સ્કોર બરાબરી કરી લીધો. મેચ દરમિયાન ભારતે ૪૪ મી મિનિટમાં પેનલ્ટી કોર્નર જીત્યું અને વરૂણે ભૂલ વિના તક ઝડપી લીધી અને ૩-૩ની બરાબરી કરી લીધી.

અંતિમ ક્વાર્ટરમાં આજેર્ન્ટિનાએ ફરી એકવાર આક્રમક રમત રમી હતી અને લુકાસે ૫૭ મી મિનિટમાં બીજો ગોલ કરીને સ્કોર ૪-૪થી બરાબરી કરી લીધો હતો. બંને ટીમો નિર્ધારિત સમય અને મેચ ડ્રોમાં સમાપ્ત થાય ત્યાં સુધી અન્ય ગોલ કરી શક્યા નહીં. ભારત હવે ૧૧ એપ્રિલે એફઆઇએચ હોકી પ્રો લીગમાં આજેર્ન્ટિના સામે ટકરાશે.