ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી રેંકિંગમાં નંબર ૧ બેટ્‌સમેન બની ગયો છો. તો બીજા નંબર પર વાઈસકેપ્ટન રોહિત શર્મા છે. જ્યારે બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ બીજા નંબર પર છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા રેંકીંગમાં કોહલી ૮૭૧ રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે રોહિત શર્માનના ૮૫૫ પોઈન્ટ છે. પાકિસ્તાનના બાબર આઝમ ૮૨૯ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. બોલરોની યાદીમાં બુમરાહ ૭૧૯ પોઈન્ટ, ન્યૂઝિલેન્ડના ટ્રેંટ બોલ્ટ ૭૨૨ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. અફઘાનિસ્તાનના મુઝીબ ઉર રહેમાન ત્રીજા નંબર છે. ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ટોપ ૧૦માં રવિન્દ્ર જાડેજા એકમાત્ર ભારતિય ખેલાડી છે. તે આઠમાં નંબર છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી આ યાદીમાં ટોપ પર છે. જ્યારે ઈંગ્લેન્ડના હરફનમૌલા ખેલાડી બેન સ્ટોક બીજા નંબર પર છે. 

રેંકિંગની નજરથી જાેઈએ તો ઈંગ્લેન્ડના જેસન રોય અને જાેની બેયરસ્ટોના પ્રદર્શન પર નજર રહેશે. ઈંગ્લેન્ડ ગુરૂવારથી આયર્લેન્ડની સામે ત્રણ મેચની ઘરેલુ શ્રેણી રમશે. તો સાથે સાથે આઈસીસી પુરૂષ ક્રિકેટ વિશ્વકપ સુપર લીગમાં વિશ્વ ચેમ્પિયન ટીમનું પ્રતિનિધી કરશે. સલામી બેટ્‌સમેન રોય અને વિકેટકીપર બેટ્‌સમેન બેયરસ્ટો બેટક્સમેનની રેંકિંગમાં ક્રમશઃ ૧૧માં અને ૧૪માં સ્થાન પર છે. તેમનો પ્રયત્ન ટોપ ૧૦માં જગ્યા મેળવવાનો રહેશે.

વેસ્ટઈન્ડિઝની સામે ટેસ્ટ શ્રેણીમાં સામેલ રહેલા ખેલાડીઓને વન-ડે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા. જેના પગલે ટીમમાં બોલિંગનો આધાર આદિલ રાશિદ અને વાઈસકેપ્ટન મોઈન અલી પર રહેશે. આયરલેન્ડના કેપ્ટન એડ્ર્યુ બાલબર્ની બેટ્‌સમેનની યાદીમાં ૪૬માં સ્થાન પર છે. પોલ સ્ટર્લિંગ ૨૭માં સ્થાન સાથે તેમના ટોપ રેંકિંગ બેટ્‌સમેન છે. ઓફ સ્પિનર એંડી મેક્બ્રિન અને ઝડપી બોલર બોયડ રેંકિંગ મુજબ ટીમના પ્રમુખ બોલર હશે. ઈંગ્લેન્ડ-આયરલેંડ શ્રૃંખલાથી બહુપ્રતીક્ષિત સુપર લીગની શરૂઆત થશે જેમાં ૨૦૨૩માં ભારતમાં યોજાનારા આગામી આઈસીસી પુરૂષ ક્રિકેટ વિશ્વકપમાં સીધા ક્વોલીફાઈ કરવા માટે ૧૩ ટીમો રમશે.