ફ્રાન્સ

ભારતની અશ્વિની પોનાપ્પા અને એન. સિક્કી રેડ્ડી શુક્રવારે અહીં ઓર્લિયન્સ માસ્ટર્સ સુપર ૧૦૦ બેડમિંટન ટૂર્નામેન્ટની મહિલા ડબલ્સ સેમિફાઇનલમાં પહોંચી હતી. આઠમી ક્રમાંકિત જોડીએ ત્રીજી ક્રમાંકિત ક્લો ર્બિચ અને ઇંગ્લેન્ડના લૌરેન સ્મિથને ૪૨ મિનિટમાં ૨૧-૧૮, ૨૧-૧૮થી હરાવી.અશ્વિની અને સિક્કીનો હવે શનિવારે થાઇલેન્ડની ટોચની ક્રમાંકિત જોંગકોલ્ફન કિતત્રાકુલ અને રવિંદા પ્રાંગોંગઝાઇનો સામનો સેમિફાઇનલમાં થશે.જોકે પુરુષ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને એમઆર અર્જુન હાર્યા હતા. આ બંનેને ઇંગ્લેન્ડના કૈલમ હેમિંગ અને સ્ટીવન સ્ટાલવુડની સખત લડત બાદ ૨૧–૧૯, ૧૮-૨૧, ૨૩-૨૧થી હાર આપી હતી. મેચ એક કલાક અને બે મિનિટ ચાલી હતી.