ઢાકા,તા.૩

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૮ એપ્રિલથી ૯ મે સુધી પાંચ મેચની ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) દ્વારા શેર કરવામાં આવેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ, ભારત ૨૩ એપ્રિલે બાંગ્લાદેશ પહોંચશે અને ૧૦ મેના રોજ ઘરે જવા રવાના થશે. સિરીઝની પ્રથમ મેચ ડે-નાઈટ હશે અને ૨૮ એપ્રિલે રમાશે. અન્ય મેચો બાદમાં ૩૦ એપ્રિલ (ડે-નાઈટ), ૨ મે, ૬ મે અને ૯ મે (ડે-નાઈટ) રમાશે. તમામ મેચ સિલ્હટમાં રમાશે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પાંચ મેચની સીરિઝ ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે બંને ટીમો માટે શાનદાર તૈયારી હશે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશમાં યોજાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ માટે મોટી ટૂર્નામેન્ટ પહેલા પરિસ્થિતિને અનુરૂપ બનવાની આ એક મોટી તક હશે.ભારતીય ટીમ ૨૩ એપ્રિલે બાંગ્લાદેશ પહોંચશે. તેની પાસે શ્રેણીની તૈયારી માટે સારો સમય હશે. ટી૨૦ સીરીઝ માટે ભારતીય ટીમમાં કોણ હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉઁન્ ૨૦૨૪માં સારું પ્રદર્શન કરનાર કેટલાક ખેલાડીઓને શ્રેણીમાં તક મળી શકે છે.છેલ્લા બે વર્ષમાં ભારતીય મહિલાઓનો બાંગ્લાદેશનો આ બીજાે પ્રવાસ છે અને એકંદરે ત્રીજાે પ્રવાસ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે ગત પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.