મેડ્રિડ

એલેક્ઝાંડર ઝ્‌વેરેવે ફ્રેન્ચ ઓપન આગળ શાનદાર ફોર્મ ચાલુ રાખતા મેટ્ટીઓ બેરેટિનીને હરાવીને બીજી વખત મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ટોપ-સીડ રાફેલ નડાલને અને સેમિફાઇનલમાં ચોથા ક્રમાંકિત ડોમિનિક થીમને હરાવવા પછી ઝ્‌વેરેવે ફાઇનલમાં દસમા ક્રમાંકિત બેરેટિનીને ૬-૭(૮), ૬-૪, ૬-૩ થી હરાવીને સત્રનો બીજો ખિતાબ જીત્યો. જર્મનીના છઠ્ઠા ક્રમાંકિત ખેલાડીએ માર્ચમાં અકાપલ્કોમાં મેક્સીકન ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ અગાઉ તેણે ૨૦૧૮ માં થીમને હરાવીને પ્રથમ મેડ્રિડ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

ચોવીસ વર્ષીય ઝ્‌વેરેવે કહ્યું, “ફ્રેન્ચ ઓપનમાં સારુ પ્રદર્શન કરવા માટે તમારે માટી કોર્ટના સત્રમાં સારું પ્રદર્શન કરવું પડશે. અંતે મેં માસ્ટર્સ જીતી લીધા છે. તેથી મારા માટે આ વિજય મહત્વપૂર્ણ છે. હું આ સિદ્ધિથી ખુશ છું. " 

પુરૂષોની ડબલ્સની ફાઇનલમાં સ્પેનના માર્સેલ ગ્રેનોલર્સ અને આજેર્ન્ટિનાના હોરાસિઓ ઝેબલોલોસે ક્રોએશિયાના નિકોલા મેટકીચ અને મેટ પેવિચને ૧-૬, ૬-૩, ૧૦-૮થી હરાવીને ટાઇટલ જીત્યું.