ટોકિયો-

જાપાનમાં લાંબો સમય પાછા ઠેલાયા બાદ આગામી ઓલિમ્પિક યોજાવાની તૈયારી પૂરજોશમાં ચાલુ કરી દેવાઈ હતી, પરંતુ હવે ફરીથી લાગે છે કે, જાપાન સરકાર તેને મુલતવી રાખવાની વિચારણા કરી રહી છે. 

આ વર્ષે ટોકિયોમાં આયોજીત થનારી ઓલિમ્પિક રમતો હવે નહી યોજી શકાય એમ લાગી રહ્યુ છે.એવા હેવાલ મળી રહ્યા છે કે આગામી પ્રસ્તાવિત સમયે ઓલિમ્પિકનું આયોજન કરવું કે નહીં એ બાબતે જાપાન સરકાર અવઢવમાં તો હતી જ પણ હવે એ રદ કરવા નિર્ણય કરી ચૂકી છે.  એક સમાચાર પત્રના હવાલાથી કહેવાયુ છે કે, જાપાનની સરકાર રમતના મોટા આયોજન ટોકિયો ઓલિમ્પિકને હવે રદ કરવાનો ઇરાદો કોરોના મહામારીને લઇને ધરાવે છે. સરકારનુ કહેવુ છે કે, મહામારીની સ્થિતીમાં રમતોના મહાકુંભનુ આયોજન કરી શકાય એમ નથી. જાપાન સરકારની નજર હવે 2032માં થનારા આયોજનના યજમાન માટે ટોકિયોની દાવેદારી પર છે.

ટોક્યોમાં ઓલંમ્પિક ગેમ્સ અગાઉ ગત વર્ષ 2020માં આયોજીત કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના મહામારીને લઇને તેને 2021 સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. તે આ વર્ષે જુલાઇ-ઓગષ્ટમાં આયોજીત થનારો છે. જોકે હવે ટોક્યોમાં ઓલંમ્પિક ગેમને લઇને છેલ્લા કેટલાક દિવસો થી અટકળો વ્યાપી રહી હતી. કારણ કે આયોજનમાં કોરોના મહામારીને લઇ વિક્ષેપ સર્જાઇ રહ્યા હતા. ખાસ કરીને કેટલાક નિયંત્રણો વધતા કોરોના કેસને લઇને લાદવામાં આવતા જ ટોક્યો ઓલંમ્પિકને તેની સીધી અસર વર્તાાવા લાગી હતી. ચાલુ વર્ષે પણ વિશ્વભરમાં હાલત જોતાં ઓલિમ્પિક યોજાવાની શક્યતાઓ ઓછી જણાતી હતી.