ન્યૂ દિલ્હી

આઇપીએલ ૨૦૨૧ માં ભાગ લઇ રહેલા ઇંગ્લેંડ ના ૧૧ માંથી ૮ ખેલાડીઓ બુધવારે સ્વદેશ પરત ફર્યા છે. જેમાં જોસ બટલર અને જોની બેયરસ્ટો પણ સામેલ છે. ભારતના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થવા બાદ આયોજકોએ મંગળવારે ટુર્નામેન્ટને સ્થગીત કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ સેમ કરન, ટોમ કરન, સેમ બિલિગ્સ, ક્રિસ વોક્સ, મોઇન અલી અને જેસન રોય પણ બ્રિટન પરત આવી ગયા છે.ઇંગ્લેંડના મર્યાદિત ઓવરની ફોર્મેટના કેપ્ટન ઇયોન મોર્ગન, ડેવિડ મલાન અને ક્રિસ જોર્ડન ના વધુ ૪૮ કલાક ભારતમાં જ પસાર થાય તેવી સંભાવના છે. બ્રિટનમાં આ મહામારીને લઇને ભારતને રેડ લિસ્ટ કરવામાં આવ્યુ છે.

જેને લઇને આ ક્રિકેટરોએ ૧૦ દિવસ સુધી સરકાર દ્રારા અનુમોદિત સુવિધામાં ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. તમામ વિદેશી ક્રિકેટરોને સુરક્ષીત સ્વદેશ પરત મોકલવાનો ભરોસો આપ્યો છે. જેમાં સૌથી મોટી મુશ્કેલી ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ સાથે આવી રહી છે. કારણ કે ઓસ્ટ્રેલીયાની સરકારે ઓછામાં ઓછી ૧૫ મે સુધી ભારત તરફ થી આવનારા નાગરિકો પર બેન લગાવી દીધો છે. એવામાં ત્યા ક્રિકેટર ઘરે પરત ફરતા અગાઉ માલદિવ અથવા શ્રીલંકામાં રોકાણ કરી શકે છે. બીસીસીઆઇ તેમને બહાર નિકાળવા અને ચાર્ટર પ્લેન દ્રારા પરત ઓસ્ટ્રેલીયા મોકલવા માટે પ્રતિબદ્ધ છે.

કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સમાં કોરોના સંક્રમણ જણાતા જ મંગળવારે આઇપીએલ ને અનિશ્વત કાળ માટે સ્થગીત કરી દેવામાં આવી હતી. કોચ, કોમેન્ટેટર અને ઓસ્ટ્રેલીયાના ૧૪ ખેલાડીઓ હવે અન્ય માર્ગે સ્વદેશ પરત ફરશે. કારણ કે ઓસ્ટ્રેલીયા સરકારે ભારત થી સીધા આવનારા લોકોને માટે નિયમો આકરા બનાવી દીધા છે.