લંડન- 

માન્ચેસ્ટર યુનાઇટેડનો ૨૦૧૭ પછીની પ્રથમ ટ્રોફી જીતવાનો માર્ગ ઇંગ્લિશ લીગ કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વેસ્ટ હેમના હાથે હાર સાથે બંધ થયો છે. વેસ્ટ હેમે મેન્યુઅલ લેન્ઝિનીના ગોલથી ત્રીજા રાઉન્ડની મેચ ૧-૦થી જીતી હતી. ચોથા રાઉન્ડમાં વેસ્ટ હેમનો સામનો ચાર વખતની ચેમ્પિયન માન્ચેસ્ટર સિટી સામે થશે.

ચેલ્સિયાએ એસ્ટન વિલાને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. નિર્ધારિત સમય સુધીમાં બંને ટીમો ૧-૧થી બરાબરી પર હતી. ચોથા રાઉન્ડમાં ચેલ્સિયા સાઉથેમ્પ્ટન સામે ટકરાશે. આર્સેનલે એએફસી વિમ્બલ્ડનને ૩-૦થી હરાવ્યું હતું અને હવે તે લીડ્‌સની યજમાની કરશે. ટોટનહામનો સામનો પ્રિમિયર લીગની બીજી ટીમ બર્નલી સાથે પણ થશે. તેણે વોલ્વરહેમ્પ્ટનને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવ્યા બાદ બહારનો રસ્તો બતાવ્યો.

અન્ય મેચમાં લેસેસ્ટરે મિલવલને ૨-૦થી હરાવ્યું. તે આગામી રાઉન્ડમાં બ્રાઇટન સામે ટકરાશે.