પેરિસ

અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે શુક્રવારે ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી 24 મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની આશાને જીવંત રાખી હતી. સેરેનાએ પોતાના દેશની ડેનિયલ કોલિન્સને 6-4, 6-4 થી હરાવીને ત્રણ વર્ષ પછી ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

પુરુષ સિંગલ્સમાં છઠ્ઠા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવે સર્બિયાના લાસ્લો જેરેને હરાવીને ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો સામનો જાપાનની કેઇ નિશીકોરી સાથે થશે. જર્મનીના ઝવેરેવે ત્રીજા રાઉન્ડમાં લાસલોને 6-2, 7-5, 6-2થી હરાવ્યો. તેનો સામનો ચોથા રાઉન્ડમાં વિશ્વના 49 મા નંબરના નિશીકોરી સામે થશે.

બાકીની મેચની વાત કરીએ તો વિશ્વના 32 મા ક્રમાંકિત રશિયાના અનાસ્તાસિયા પાવલેન્ચેન્કોવાએ નંબર -3 બેલારુસિયન આર્યના સેબેલેન્કાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. અનસ્તાસિયાએ મેચ 6-6, 2-6, 6-0થી જીતી હતી અને બીજી વાર પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી હતી.