સિડની

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ અને ફેન્સના ગેરવર્તન પર ક્રિકેટના ઇતિહાસકારો સરળતાથી એક બુક લખી શકે છે. સિડની ટેસ્ટમાં ભારતીય ઝડપી બોલર્સ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પહેલાં દિવસથી જ કેટલાક દર્શકોના નિશાના પર છે. બંનેને બ્રાઉન ડોગ, મંકી જેવા અપશબ્દોનો સામનો કરવો પડ્યો હતો. ક્રિકેટર્સ પર અપશબ્દો કહેવાયા. આ બધું થયા બાદ ઓસ્ટ્રેલિયન દર્શકો અને ક્રિકેટર્સમાં એવું કહેવાની હિંમત ખબર નહીં ક્યાંથી આવી કે આ નાની-મોટી ઘટનાઓ થતી રહે છે. કોમેન્ટ્રી દરમિયાન ગ્લેન મેક્ગ્રા કહી રહ્યો હતો કે, આવી બાબતોને ખેંચવી ન જોઈએ. જો બુમરાહ કે સિરાજની જગ્યાએ મેક્ગ્રા કોઈ એશિયાઈ દેશમાં હોય અને તેને પણ આ રીતે અપશબ્દો કહેવામાં આવતા ત્યારે કદાચ ખબર પડતી કે આવી ટિપ્પણીઓથી કોઈની માનસિક સ્થિતિ પર કેવી અસર થાય છે.