સિડની-

ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીમાં જીતીને વન-અપ મૂડમાં રહેલી ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે બાથ ભીડવાની છે. ક્રિકેટના જન્મદાતા દેશના આ ક્રિકેટરો સામેની મેચો માટે પણ ગાબામાં ઓસ્ટ્રેલિયાની ટીમના ગાભા કાઢી નાંખનારી ટીમ ઈન્ડિયા ઈલેવનમાંના 9 સ્ટાર ક્રિકેટરોને પસંદ કરાયા છે, જ્યારે 29 મહિના પછી હાર્દિક પંડ્યા પાછો આવશે. બુમરાહ અને  અશ્વિનને પણ યથાવત રખાયા છે, જ્યારે ઈશાંતને પાછો લવાયો છે. પહેલી ટેસ્ટ માટે ચાર સ્પિનરોને લવાયા છે. ઉપરાંત અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ 

વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.